ગણતરીની પળોમાં પ્રિયંકાએ મારી પલટી, પહેલા કહ્યું, પોલીસે મારું ગળું દબાવ્યું અને હવે ફેરવી તોળ્યું
કોંગ્રેસ (Congress) મહાસચિવ પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) બે દિવસના લખનઉ પ્રવાસ અગાઉ શનિવારે સાંજે પૂર્વ આઈપીએસ એસઆર દારાપુરીના પરિવારજનોને મળવા માટે પહોંચ્યા હતાં.
લખનઉ: કોંગ્રેસ (Congress) મહાસચિવ પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) બે દિવસના લખનઉ પ્રવાસ અગાઉ શનિવારે સાંજે પૂર્વ આઈપીએસ એસઆર દારાપુરીના પરિવારજનોને મળવા માટે પહોંચ્યા હતાં. રસ્તામાં થોડીવાર માટે પોલીસે પ્રિયંકાના કાફલાને રોક્યો હતો. પ્રિયંકાએ આરોપ લગાવ્યો હતો કે લખનઉ પોલીસે તેમનું ગળું દબાવ્યું અને ધક્કો મારીને પાડ્યાં. આ નિવેદન આપ્યાની ગણતરીની પળોમાં પ્રિયંકાએ પલટી મારી. પ્રિયંકા ગાંધી સાથે થયેલી ગેરવર્તણૂંક મામલે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ પાસે પણ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મહિલા અધિકારીએ કહ્યું- ન ગળું પકડ્યું, ન પાડ્યાં, પ્રિયંકા ગાંધીએ અચાનક રસ્તો બદલ્યો, તેથી રોક્યા
પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) એ કહ્યું કે "હું દારાપુરીના ફેમિલીને મળવા માટે જઈ રહી હતી પોલીસે વારંવાર રોકી, જ્યારે ગાડીને રોકી અને મેં પગપાળા જવાની કોશિશ કરી તો મને ઘેરીને રોકી અને મારા ગળા પર હાથ લગાવ્યો, મને પાડી પણ ખરા."
ભાજપે ગણાવ્યું નાટક
આ અગાઉ ગળા દબાવવાના નિવેદનને પ્રિયંકા ગાંધીનું નાટક ગણાવ્યું હતું. યુપીના કેબિનેટ મંત્રી સિદ્ધાર્થનાથ સિંહે આ અંગે ટ્વીટ કરીને કોંગ્રેસ મહાસચિવની ટીકા કરી. આ બાજુ કોંગ્રેસે યુપી સરકારને બરખાસ્ત કરીને રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માગણી કરી.
પ્રિયંકા ગાંધીએ લખનઉ પોલીસ પર લગાવ્યો ગેરવર્તનનો આરોપ, ભાજપે કહ્યું- 'નાટક કરે છે'
એસએસપી બોલ્યા આરોપ ખોટા છે
આ બાજુ ગળું દબાવવાની ઘટનાને લઈને લખનઉના એસએસપી કલાનિધિ નૈથાનીએ કહ્યું કે આરોપો સંપૂર્ણ રીતે ખોટા છે. આ અંગે સીઓ એમસીઆર ડો.અર્ચના સિંહે રિપોર્ટ આપ્યો છે. સીઓ અર્ચના સિંહ પ્રિયંકા ગાંધીની ફ્લીટના પ્રભારી હતાં. રિપોર્ટમાં કહેવાયું છે કે પ્રિયંકા ગાંધી પાર્ટી ઓફિસથી ગોખલે માર્ગ માટે નીકળ્યા હતાં. તેમની ફ્લીટ નક્કી રસ્તે ન જતા લોહિયા પથ તરફ જવા લાગી. જ્યારે વાતચીત કરવામાં આવી તો કોઈ યોગ્ય જવાબ મળ્યો નહીં. બાકી આરોપો ખોટા છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube